Sunday, April 8, 2012

કવિતા - "સ્વપ્નનની દુનિયા" લેખક -જીગ્નેશ.એન.પંડયા(બાવલા)

કવિતા - "સ્વપ્નનની દુનિયા"
લેખક -જીગ્નેશ.એન.પંડયા(બાવલા)

"સ્વપ્નનની દુનિયા" માં જોયેલા સ્વપ્નને,
હકિકતમાં ફેરવવાની કોશિશ કરૂ છું...
સ્વપ્ન છે પ્રભુ વણઉકેલાયેલ પહેલી જેવુ,
આ પહેલીને ઉકેલવાનો પ્રયત્ન કરૂ છુ...

"સ્વપ્નનની દુનિયા" પ્રભુ આપે બનાવેલ સીડી છે,
આ સીડીને સફળતાની સીડી બનાવવાની કોશિશ કરૂ છું..
અસફળતા શબ્દ મારી બુકમાંજ નથી,અભિમાન નહિ ગર્વથી કહુ છું,
અસફળતા..સફળતાની સીડી છે,આ સીડી ને પામવાની કોશિશ કરૂ છું..

"સ્વપ્નનની દુનિયા" પ્રભુ છળ-કપટથી ભરેલી છે,
આ છળ-કપટ ને શોધિ તેને સમજવાની કોશિશ કરૂ છું..
દિન-રાત સમજવાનો પ્રયાસ કરૂ છું,પ્રભુ આપની આ દુનિયા ને,
છતાં નિરથૅક નથી આ પ્રયાસ,પરતું આગળ વધવાની કોશિશ કરૂ છું..
લેખક -જીગ્નેશ.એન.પંડયા(બાવલા)

No comments:

Post a Comment