Pages

Sunday, April 1, 2012

કવિતા -"શું ફરી પાછા નહિ આવે એ બાળપણ ના દિવસો.." લેખક -જીગ્નેશ.એન.પંડયા(બાવલા)

કવિતા -"શું ફરી પાછા નહિ આવે એ બાળપણ ના દિવસો.."
લેખક -જીગ્નેશ.એન.પંડયા(બાવલા)

એ નિખાલસ હાસ્ય..અને એ બાળપણ ની રમતો..
એ ચોકલેટ માટેની જીદ..અને જીદ પુરી થવાની એ ખુશી..
એ નાના-નાના રમકડા,અને ઢીંગલા-ઢીંગલી ના ખેલો..
શું ફરી પાછા નહિ આવે એ બાળપણના દિવસો..

પપ્પા પર એ ઘોડા..ઘોડા..ની રમતો અને એ નિખાલસ વાતો..
મમ્મી પાસે..કાલી..કાલી..ભાષામાં ભુખ લાગવાની એ માંગણીઓ..
મમ્મી-પપ્પા સાથે ફરવા જવાની એ ખુશી અને નાની-નાની વાત માં રડવાનુ..
શું ફરી પાછા નહિ આવે એ બાળપણના દિવસો..

સ્કુલે નહિ જવાના એ બાના..અને પપ્પા નો અસહજ ગુસ્સો..
મમ્મી ની રાજા-રાણીની કહાનિઓ અને એ મીઠિં..મીઠિં..નિદંરો...
દાદા-દાદી સાથે મંદિર જવાનો એ પ્રથમ અનુભવ અને એ શિખામણો..
શું ફરી પાછા નહિ આવે એ બાળપણ ના દિવસો..
લેખક -જીગ્નેશ.એન.પંડયા(બાવલા)

www.facebook.com/jigneshnpandya 

No comments:

Post a Comment