Friday, September 21, 2012

©રચના -લડીએ છીએ!! -જીગ્નેશ એન પંડયા (દેશપ્રેમી)


અમો સમયની વિરુદ્ધ દિશાની વિમુખ લડીએ છીએ,
પરિવાર સાથે પણ પરિસ્થિતિ વિરુદ્ધ લડીએ છીએ,

સંજોગો વિપરીત હોય ભલે તો પણ લડીએ છીએ,
પરિણામ હોય ભલે વિરુદ્ધ તોય અમે લડીએ છીએ,

મોતની સામે જીવન માટે દરરોજ અમે લડીએ છીએ,
પ્રભુ હોય સાથ આપનો તો દુનિયા સામે લડીએ છીએ,


અંતિમ શ્વાસ સુધી હાર સામે જીતવા અમો લડીએ છીએ,
ફળની ચિંતા કોને છે?,અમે મહેનત કરીને લડીએ છીએ,

તોફાનો સામે અમો મધ-દરિયે જઈ રોજ લડીએ છીએ,
મોતનાં ખેલ આદત થઇ હવે અમે તોય લડીએ છીએ,
 
©રચના -લડીએ છીએ!! -જીગ્નેશ એન પંડયા (દેશપ્રેમી)

No comments:

Post a Comment