Pages

Wednesday, October 31, 2012

પપ્પા...આઈ મીસ યુ.................

દુનિયાને છોડી જનારની રાહ આજેય કેમ જોવાય છે?
એકાંતમાં આપની યાદમાં આંખો કેમ છલકાય છે?
દુનિયામાં નથી અટકતું જીવન કોઈના વગર..તો પણ,
"પપ્પા" આપની કમી આજેય કેમ બહુ વરતાય છે?
 
© જીગ્નેશ એન પંડયા(બાવળા)

Tuesday, October 23, 2012

મંજીલની તલાસમાં..............23/10/2012

મંજીલની તલાસમાં ભટકતા ભટકતા,
મુશ્કેલ પરિસ્થિતિમાં આગળ વધતા,
નિશ્ચિત ધ્યેયને પામવા હાર નાં માનતા,
અંતિમ શ્વાસ સુધી મંજીલને પામવા ભટકતા.

મંજીલની રાહમાં થાક નાં ખાતા આગળ વધતા,
કપરા ચઢાણો ને ઉબડ ખાબડ રસ્તે ચાલતા,
દરેક સમસ્યાનો બહાદુરીથી સામનો કરતા કરતા,
અંતે મંજીલની ટોચ પર પહોચવાનો આંનદ માણતા.
>>>©રચના-જીગ્નેશ એન પંડયા(દેશપ્રેમી)<<<

Monday, October 22, 2012

એકાંતની પળોમાં....................

એકાંતની પળોમાં વિરહની વેદનાથી પીડાતો હું,
દુનિયાથી અલિપ્ત "શુન્યાવકાશ" મસ્તીષકથી વિચારતો હું,
જીવનની દરેક આટી-ઘુટી માંથી પસાર થયેલ હું,
દરેક પરિસ્થિતિને અનુરૂપ ઢાંચામાં ઢળાઈ ગયેલ હું.
©રચના-જીગ્નેશ એન પંડયા(દેશપ્રેમી) - બાવળા