Monday, April 16, 2012

આવો ફરી દીવા પ્રગટાવીએ:અટલ બિહારી વાજપેયી (અનુ. કલ્યાણી દેશમુખ)

POEM:આવો ફરી દીવા પ્રગટાવીએ
KAVI SHREE:અટલ બિહારી વાજપેયી (અનુ. કલ્યાણી દેશમુખ)
ભરી બપોરે અંધારુ,
સૂરજ પડછાયાથી હાર્યુ,
અંતરતમનો પ્રેમ નીચોડી
બુઝાયેલી વાટ સળગાવી
આવો ફરી દીવા પ્રગટાવીએ

અમે પડાવને સમજ્યા મંઝીલ
લક્ષ્ય થયુ આઁખોથી દૂર
વર્તમાનના મોહજાળમાં
આવનારી કાલ ન ભૂલાય
આવો ફરી દીવા પ્રગટાવીએ

આહુતિ બાકી, યશ અધૂરો,
સગાંઓના વિધ્નોએ ઘેર્યો
છેલ્લે જયનું હથિયાર બનાવા
નવ દધીચિંના હાંડકાં ગાળ્યા
આવો ફરી દીવા પ્રગટાવીએ

No comments:

Post a Comment