Wednesday, October 31, 2012

પપ્પા...આઈ મીસ યુ.................

દુનિયાને છોડી જનારની રાહ આજેય કેમ જોવાય છે?
એકાંતમાં આપની યાદમાં આંખો કેમ છલકાય છે?
દુનિયામાં નથી અટકતું જીવન કોઈના વગર..તો પણ,
"પપ્પા" આપની કમી આજેય કેમ બહુ વરતાય છે?
 
© જીગ્નેશ એન પંડયા(બાવળા)

Tuesday, October 23, 2012

મંજીલની તલાસમાં..............23/10/2012

મંજીલની તલાસમાં ભટકતા ભટકતા,
મુશ્કેલ પરિસ્થિતિમાં આગળ વધતા,
નિશ્ચિત ધ્યેયને પામવા હાર નાં માનતા,
અંતિમ શ્વાસ સુધી મંજીલને પામવા ભટકતા.

મંજીલની રાહમાં થાક નાં ખાતા આગળ વધતા,
કપરા ચઢાણો ને ઉબડ ખાબડ રસ્તે ચાલતા,
દરેક સમસ્યાનો બહાદુરીથી સામનો કરતા કરતા,
અંતે મંજીલની ટોચ પર પહોચવાનો આંનદ માણતા.
>>>©રચના-જીગ્નેશ એન પંડયા(દેશપ્રેમી)<<<

Monday, October 22, 2012

એકાંતની પળોમાં....................

એકાંતની પળોમાં વિરહની વેદનાથી પીડાતો હું,
દુનિયાથી અલિપ્ત "શુન્યાવકાશ" મસ્તીષકથી વિચારતો હું,
જીવનની દરેક આટી-ઘુટી માંથી પસાર થયેલ હું,
દરેક પરિસ્થિતિને અનુરૂપ ઢાંચામાં ઢળાઈ ગયેલ હું.
©રચના-જીગ્નેશ એન પંડયા(દેશપ્રેમી) - બાવળા

Friday, September 21, 2012

©રચના -લડીએ છીએ!! -જીગ્નેશ એન પંડયા (દેશપ્રેમી)


અમો સમયની વિરુદ્ધ દિશાની વિમુખ લડીએ છીએ,
પરિવાર સાથે પણ પરિસ્થિતિ વિરુદ્ધ લડીએ છીએ,

સંજોગો વિપરીત હોય ભલે તો પણ લડીએ છીએ,
પરિણામ હોય ભલે વિરુદ્ધ તોય અમે લડીએ છીએ,

મોતની સામે જીવન માટે દરરોજ અમે લડીએ છીએ,
પ્રભુ હોય સાથ આપનો તો દુનિયા સામે લડીએ છીએ,


અંતિમ શ્વાસ સુધી હાર સામે જીતવા અમો લડીએ છીએ,
ફળની ચિંતા કોને છે?,અમે મહેનત કરીને લડીએ છીએ,

તોફાનો સામે અમો મધ-દરિયે જઈ રોજ લડીએ છીએ,
મોતનાં ખેલ આદત થઇ હવે અમે તોય લડીએ છીએ,
 
©રચના -લડીએ છીએ!! -જીગ્નેશ એન પંડયા (દેશપ્રેમી)

Tuesday, September 18, 2012

વ્યથા મારા દિલની....

વ્યથા મારા દિલની કોને કહું? હસે છે ચહેરો ને રડે છે મન,
સમજી શકે મારા દિલની વ્યથાને એ હૃદયને કહું મારું દર્દ.
©રચના -જીગ્નેશ એન પંડયા (દેશપ્રેમી)

Friday, September 14, 2012

क्योंकि मैं आम आदमी हूँ....हाँ...हाँ.. मैं आम आदमी हूँ ...

क्योंकि मैं आम आदमी हूँ....हाँ...हाँ.. मैं आम आदमी हूँ ...

तुम देश और जनता का पैसा लूटो .... राष्ट्र-विरोधी ताकतों से तुम्हारी साँठ-गाँठ हो..... तुम ईश्वर और संविधान की शपथ लो और ऐसे घृणित कार्य सीना ठोक कर करो जिस की कल्पना मात्र से शायद ईश्वर भी घबराता होगा और संविधान निर्माताओं की सोच भी वहाँ तक नहीं पहुँची होगी .....फ़िर भी तुम भारत-रत्न के अधिकारी हो.....तुम राष्ट्र की सुरक्षा के लिए बने उप

करणों की खरीद-फ़रोख्त में दलाली खाओ... फ़िर भी तुम नमन के हकदार हो ... तुमने तो ताबुतों पर भी मलाई खाई....शायद तुम्हारा हक होगा ??...अपनी काली और स्याह करतूतों को गाँधी की खादी से ढ़ंको ... तुमने जनतंत्र के मंदिर पर अपना कब्जा जो जमा रखा है इसलिए तुम्हारे हजारों-लाखों खून माफ़ हैं... मैं अपने आक्रोश की अभिव्यक्ति करूँ तो मैं राष्ट्र-द्रोही... क्योंकि मैं आम आदमी हाँ..हाँ... मैं आम आदमी हूँ...

अभी तुमने देश में सेंसरशिप और आपातकाल की घोषणा नहीं की है..... लेकिन यह अघोषित आपातकाल है , संक्रमणकाल है जो और भी दुखद है, और भी खतरनाक है ... अजीब विडम्बना है तुम इस देश में नफरत भड़काने वाले भाषण से तो बच सकते हो..... दंगों और धार्मिक उन्माद की पटकथा तुम लिखते हो....लेकिन राजनीतिक व्यंग्य के बाद मैं तुरंत गिरफ्तार किया जाता हूँ क्योंकि मैं आम आदमी हूँ....हाँ...हाँ.. मैं आम आदमी हूँ ...

तुम राष्ट्र-गौरव के प्रतीक लाल किले की प्राचीर पर राष्ट्र-ध्वज के साये में हम से झूठे वादे करो...क्योंकि यही तुम्हारा राष्ट्र-प्रेम है.... मैं भूख की जद्दो-जहद से जूझता रहूँ लेकिन मौन रहूँ .....तुम मेरे पैसे के उजाले से रौशन रहो....मैं गुमनामी के साये में अपने वजूद को ढ़ूँढ़ता रहूँ...क्योंकि मैं आम आदमी हूँ....हाँ...हाँ.. मैं आम आदमी हूँ ....

मैं कुछ ना देखूँ , कुछ ना सुनूँ और कुछ ना बोलूँ... क्योंकि मैं गाँधी जी के बन्दर का "नया संस्करण हूँ "...मैं तुम्हारे ईशारे पर दुम हिलाऊँ और भौंकूँ क्योंकि मैं तुम्हारे तंत्र का कुत्ता हूँ...मच्छरों की भाँति मरना मेरी नीयति है और बुलेट-प्रूफ़ जैकेट तुम्हारा अधिकार है..... तो मैं कहाँ जाऊँ....?? कहाँ रोऊँ ?? कहाँ चिल्लाऊँ ?? कहाँ से अपने राष्ट्र- प्रेम का सर्टिफ़िकेट (प्रमाण-पत्र ) लाऊँ..?? क्योंकि मैं आम आदमी हूँ....हाँ...हाँ.. मैं आम आदमी हूँ ...
BY:EK ANJAN AAMAADAMI KI VYATHA

Thursday, August 30, 2012

મોઘવારી સામે લડતા એક આમઆદમી ની વાત !! ©રચના-જીગ્નેશ એન પંડયા(દેશપ્રેમી)-બાવળા

મોઘવારી સામે લડતા એક આમઆદમી ની વાત !!
©રચના-જીગ્નેશ એન પંડયા(દેશપ્રેમી)-બાવળા

અમે તો દરરોજ મોત સામે લડીએ છીએ ને જીવયે છીએ,
પરવા અહી કોને છે જીવવાની અમે રોજ મોત મરયે છીએ,

મોત ને દયયે છે રોજ હાથતાળી,રોજ કમાઈ રોજ ખઈએ છીએ,
જીવયે છીએ બાળકોને જોય નહીતો વહાલું કરી લયયે મોત,

આમઆદમી જીવે છે કે મરે છે, કેન્દ્ર સરકારને ક્યાં પડી છે,

બસ સત્તા નાં અભિમાનમાં પોતાના રોજે-રોજ ગજવા ભરે છે,

રજળપાટ કરતા રોજે રોજ નોકરી માટે ફાફા મારીએ છીએ,
સરકારી કે ખાનગી નોકરી માટે લાગવક અહિયાં પહેલી હોય છે,

મળેછે નોકરી આમદની અથ્નની અને ખરચા રૂપિયા જેવી,
તોય આ જીવનને ધક્કા મારી રોજે રોજ જીવ્યા કરીએ છીએ,

સમજાવો એ.સી માં બેસેલ વ્યક્તિને કે જીવે એક દિવસ મારો,
ભાષણ દેતા મનેય આવડે છે જીવીને બતાવે એક દિવસ મારો,
-એક આમઆદમી
©રચના-જીગ્નેશ એન પંડયા(દેશપ્રેમી)-બાવળા