Pages

Sunday, March 11, 2012

UPA NI CONGRESS SARKAR PASE GUJARAT JAVAB MAGE CHE???? CHE JAVAB???


૧૯૮૪ના એન્ટિ-શીખ રમખાણો--રાત ખતમ, બાત ખતમ!...........
તો પછી ગુજરાતના રમખાણોની વાત કેમ નથી થતી કેંદ્રથી હજમ...

"‘કુછ લોગ અપની દુકાન ચલાને કે લિયે ઇસ કિસ્સે કો હમેશા કે લિયે ઝિન્દા રખના ચાહતે હૈ. ઇસ સે ના દેશ કો કોઇ ફાયદા હૈ ના સિખ કમ્યૂનિટિ કો.’" -મનમોહન સિંહ

વડા પ્રધાન મનમોહન સિંહે આપેલું ઉપરોક્ત નિવેદન ૧૯૮૪ના એન્ટિ-શીખ રમખાણોના સંદર્ભમાં છે. ૧૯૮૪નો કિસ્સો તેઓ (પોતે શીખ હોવા છતાં) ભૂલવા તેમજ ભૂલાવવા માગે છે. ખાસ તો એ કિસ્સો રાજકીય મંચ પર ચર્ચાનો વિષય ન બને એવી ભલામણ તેઓએ ગઇ કાલે જાહેરમાં કરી. ધર્મને કે જાતિને લગતા મુદ્દા રાજકારણથી દૂર રાખવાની અપીલ કરનારા વડા પ્રધાન એ ભૂલી જાય છે કે તેમની કોંગ્રેસ પાર્ટીની ધરી ખુદ ધર્મ અને જાતિ પર કેન્દ્રિત થયેલી છે--અને માટે જ ગોધરા કાંડના મુદ્દાને વટાવી ખાઇને મુસ્લિમ વોટ બેંક સાચવવાની એકેય તક કોંગ્રેસ પાર્ટી જતી કરતી નથી. બીજી તરફ ૧૯૮૪ના એન્ટિ-શીખ રમખાણોને કોંગ્રેસના પીઢ આગેવાન એટલા માટે ભૂલાવવા માગે છે કે તે જાલિમ જનસંહારમાં કોંગ્રેસના હાથ ત્રણેક હજાર શીખોના લોહીથી ખરડાયેલા છે.

૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની બે શીખોએ હત્યા કરી તેના પગલે નવી દિલ્હીમાં કોંગ્રેસે શીખો વિરૂદ્ધ જનસંહાર ચલાવ્યો હતો, જેમાં જગદીશ ટાઇટલર, એચ. કે. એલ. ભગત, સજ્જન કુમાર, કમલ નાથ વગેરે જેવા કોંગ્રેસી આગેવાનોએ આગળ પડતો ભાગ લીધો હોવાનું કહેવાય છે. રમખાણો બાદ રાજકીય દબાણ હેઠળ વારાફરતી કુલ સાત તપાસ પંચો નિમાયા. જો કે તપાસ સમીતિનું કાંત્યું પીંજ્યું સરવાળે તો રૂનું રૂ જ થયું, કેમ કે દિલ્હીમાં કોંગ્રેસની સરકારે જે તે સમીતિના રિપોર્ટને સહજ કાગળના ટુકડા તરીકે ખપાવી દીધો.

નાણાવટી કમિશને આપેલા રિપોર્ટમાં સ્પષ્ટ જણાવાયું હતું કે ૧૯૮૪ના શીખ રમખાણોમાં જગદીશ ટાઇટલરે, કમલ નાથે તેમજ એચ. કે. એલ. ભગતે સક્રિય રોલ ભજવ્યો હોવાના કેટલાક ભરોસાપાત્ર પૂરાવા મળ્યા છે. આમ છતાં કેન્દ્રની કોંગ્રેસ સરકારે રિપોર્ટ પર ધ્યાન આપ્યું નહિ. જૈન-બેનર્જી કમિશને તેના રિપોર્ટમાં સજ્જન કુમાર સામે કેસ દાખલ કરવાની ભલામણ કરી હતી, છતાં કોઇ કેસ દાખલ કરાયો નહિ. ઓગસ્ટ, ૧૯૯૦માં સજ્જન કુમાર સામે એક કેસ નોંધાયો અને સી.બી.આઇ.ની ટીમ તેમના ઘરે ચાર્જશીટ ફાઇલ કરવા માટે પહોંચી ત્યારે સજ્જન કુમારના કોંગ્રેસી ટેકેદારોએ સી.બી.આઇ.ની ટુકડીને અધવચ્ચે રોકી અને હાથાપાઇની ધમકી આપી પાછી વાળી દીધી.

ચારેક વર્ષ ત્યાર પછી નીકળી ગયા અને દરમ્યાન વધુ ત્રણેક તપાસ પંચોએ ફીફાં ખાંડવાનાં થયાં. છેવટે ડિસેમ્બર, ૧૯૯૪માં જગદીશ ટાઇટલર, સજ્જન કુમાર અને ભગત સામે અદાલતી કેસો ફાઇલ કરવામાં આવ્યા અને સી.બી.આઇ. એ ત્રણેય સામે પહેલી વાર ચાર્જશીટ તૈયાર કરી શકી. અલબત્ત, જગદીશ ટાઇટલર સામે કે પછી સજ્જન કુમાર સામે આજ દિન સુધી કોઇ દંડનાત્મક પગલાં લેવાયાં નથી. એચ. કે. એલ. ભગત આજે હયાત નથી, તો કમલ નાથ યુ.પી.એ. સરકારમાં વાણિજ્ય અને વેપારમંત્રીનો હોદ્દો શોભાવે છે!

ટૂંકમાં, ૧૯૮૪ના કોંગ્રેસપ્રેરિત એન્ટિ-શીખ રમખાણોને રાજકીય ઢાંકપિછોડા હેઠળ ભૂલાવી દેવામાં આવ્યા છે. ત્રણેક હજાર શીખોની કત્લેઆમને વડા પ્રધાન મનમોહન સિંહ પોતે ભૂલી જવા માગે છે, કેમ કે એ મુદ્દે તેઓ (કે તેમની કોંગ્રેસ પાર્ટી) ક્યારેય કોઇ ઠોસ પગલાં લઇ શકવાની નથી.

આજથી બરાબર ૯૦ વર્ષ પહેલાં એપ્રિલ ૧૩, ૧૯૧૯ના રોજ જલિયાઁવાલા બાગમાં દોઢ હજાર શીખોને ગોળીએ દેવાયા હતા. બ્રિટિશ જનરલ ડાયરના એ અપકૃત્યને સમર્થન જેણે આપ્યું તે બ્રિટિશશાસિત પંજાબના લેફ્ટનન્ટ-ગવર્નર ઓ’ડ્વાયરને ઉધમ સિંહ નામના શીખે ૧૯૪૦માં બ્રિટન જઇને ગોળીએ દીધો અને જલિયાઁવાલા બાગનો હિસાબ ૨૧ વર્ષે ચૂક્તે કર્યો. શીખ હોવાના નાતે તેણે પોતાના ધર્મ તેમજ ફરજ નિભાવ્યા. બીજી તરફ મનમોહન સિંહ છે, જેઓ પોતે શીખ હોવા છતાં ૧૯૮૪માં દિલ્હી ખાતે થયેલા શીખોનો જનસંહારને ઠંડા કલેજે ભૂલી તેમજ ભૂલાવી દેવા માગે છે!

No comments:

Post a Comment